વડોદરા: કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી સામેના વિસ્તારમાં જ દૂષિત પાણી મળતા સ્થાનિકો પરેશાન
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.