ભરૂચ: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બંધ કરાયેલ 2 બ્રિજ પરથી મીની બસ સહિતનો વાહનવ્યવહાર કરાવવાની માંગ, સાંસદે CMને લખ્યો પત્ર

નેત્રંગ તાલુકાના ઘાણીખુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મીની બસો સહિત ઓછા વજન વાળા વાહનો ચાલુ કરવા સાંસદે CMને લખ્યો પત્ર

New Update
mansukh
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ તાલુકાના ઘાણીખુટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદીના બ્રિજ ઉપરથી મીની બસો સહિત ઓછા વજન વાળા વાહનો ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ થી ડેડીયાપાડા-સાગબારાના વચ્ચેનો ધાંણીખૂંટ નજીકનો બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.જેમાં એસ.ટી બસના રુટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

 

Mansukh Vasava Letter
મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલ પત્ર

 

હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે.તેમાં ૬૦-૭૦ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. ઉપરોક્ત બંને રુટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી છે. સ્કૂલ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી જ તકલીફ પડે છે તેથી ઉપરોક્ત બંને રુટો પર ઓછા વજન વાળા વાહનો તથા એસ.ટી બસો અને મીની બસો ચાલુ કરવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેમ જણાવ્યું હતું.
Latest Stories