New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
નર્મદા પાર્કમાં યોજાનાર ન્યુ યુર પાર્ટીનો વિરોધ
ન્યુ યર પાર્ટી રદ્દ કરવાની માંગ
ફંડના સ્ત્રોતની પણ તપાસ કરવા માંગ
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે.
કાર્યક્રમથી જાહેર શાંતિ,ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ,ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ્દ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Latest Stories