ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સ્પેશ્યલ બસ દોડાવવા માંગ,MLA રમેશ મિસ્ત્રીને કરાય રજુઆત

વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પર પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે

New Update
  • ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને કરાય રજુઆત

  • સ્પેશ્યલ બસ દોડાવવા કરાય માંગ

  • ભરૂચ અંકલેશ્વર વચ્ચે બસ દોડાવવાની માંગ

  • વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા માંગ કરાય

  • સિટી બસનો પણ રૂટ વધારવા માંગ

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બસ દોડાવવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં જિલ્લાની સાત મુખ્ય કોલેજ આવેલી છે. સાથે જ  વિવિધ અભ્યાસ વર્ગો અને ટ્યુશન ક્લાસ પણ આજ વિસ્તારમાં આવેલા છે. અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ રોજ ભરૂચ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પર પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
સાથે જ અંકલેશ્વર એક ઔદ્યોગિક નગરી હોવાથી ભરૂચથી હજારો લોકો રોજગાર માટે અંકલેશ્વર જાય છે. આ લોકોને પણ યોગ્ય પરિવહન સુવિધા મળી રહે એ હેતુથી નગરપાલિકા સંચાલિત સિટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની એસટી બસ દ્વારા સ્પેશિયલ રૂટ શરૂ કરવાની માંગ ઉઠી છે ત્યારે એસટી વિભાગ દ્વારા રૂટ અને બસોની સંખ્યા વધારવા માટે વિદ્યાર્થી નેતા યોગી પટેલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને લેખિત રજુઆત કરી છે.સાથે જ નગરપાલિકા સંચાલિત સિટી બસની રૂટ લાઈનને કસકથી કોલેજ રોડ સુધી વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
Latest Stories