ભરૂચ : વોર્ડ નંબર 6માં આવેલ મેલડી માતાના મંદિરે રૂ.50 લાખમાં ખર્ચે વિકાસના કાર્યો કરાશે

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર છમાં આવેલ નિઝામવાડી સ્થિત મેલડી માતાના મંદિરે રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર પેવરબ્લોક અને હાઈમાસ્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

  • મેલડી માતાજીના મંદિરે કરાશે વિકાસના કામો

  • પેવરબ્લોક અને હાઈમાસ્ટ લગાવાશે

  • રૂપીયા 50 લાખનો કરાશે ખર્ચ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં આવેલ નિઝામવાડી સ્થિત મેલડી માતાના મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રૂપિયા 50 લાખના ખર્ચે મંદિર પરિસરમાં પેવર બ્લોક અને હાઈ માસ્ટનું નિર્માણ કરવામાં આવશે.આ કાર્યનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિસ્તારનો નગર સેવા સદનના વોર્ડ નંબર છ માં સમાવેશ કરાયા બાદ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે.
Latest Stories