New Update
-
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
-
માં જગદંબાની આરાધનાનું અનેરું પર્વ
-
દાંડિયા બજારમાં આવેલું છે પૌરાણિક અંબાજી મંદિર
-
ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
-
મંદિરને મળ્યો છે શક્તિપીઠનો દરજ્જો
જગત જનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ચૈત્રી નવરાત્રિ દમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે.
મંદિરમાં એક વિષાયંત્ર છે જેમાંથી અવિરત પણે પાણી વહી રહયું છે.અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને વર્ષ 2015 માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે.
મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષાયંત્રનું પણ અનેરૂ મહત્વ રહેલું છે.આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી, બે શિવલિંગ, ગણેશજી,હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
જેનો ઉલ્લેખ ભરુચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પૌરાણિક અંબાજી મંદિરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી