ભરૂચ: અધિક કલેકટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

New Update
ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક  (4)

ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

અધ્યક્ષસ્થાનેથી પાછલા વર્ષોમાં થયેલા અકસ્માતોનું એનાલીસિસી, ડેથ રેશિયો, વગેરે બાબાતોનો સમન્વય કરાવીને પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. તેઓએ, જિલ્લામાં આવેલ યુનિટ્સ, તેમાં વપરાતાં રસાયણો, તેમાં સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોકડ્રીલ આયોજનો, સેફ્ટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. 
          
આ બેઠકમાં જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગત વિભાગોના અધિકારીઓ તેમજ કંપનીઓના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.

Latest Stories