ભરૂચમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ, એશિયાકપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવતા જીતનું જશ્ન મનાવાયુ

ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી

New Update
  • ભારતે એશિયા કપમાં જીત નોંધાવી

  • પાકિસ્તાન સામે મેળવી ભવ્ય જીત

  • સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ

  • ભરૂચ  લોકોએ કરી ઉજવણી

  • ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરાય

ભારતે એશિયા કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું.
ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં ભવ્ય જીત નોંધાવી હતી. ઓપરેશન સિંદૂર બાર ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત સામસામે જોવા મળ્યા હતા ત્યારે ભારતીય પાકિસ્તાનને ધુળ ચાટતું કરી દીધું છે. ભારતે ભવ્ય જીત નોંધાવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે મેચ જીતાની સાથે જ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
Latest Stories