કલકત્તામાં રેપ વિથ મર્ડરના વિરોધમાં ભરૂચની ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજની વિશાળ રેલી યોજાઈ

કલકત્તામાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે. જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે

New Update

કલકત્તા રેપ વિથ મર્ડરની જધન્ય ઘટનાનો મામલો 

પીડીતાને  ન્યાય માટે તબીબો કરી રહ્યા છે માંગ 

ભરૂચમાં ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજની યોજાઈ રેલી

રેલીમાં ડોક્ટર,પ્રાધ્યાપક સહિત વિદ્યાર્થીઓ જોડાયા

વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી કરી ન્યાયની માંગ     


ભરૂચની ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજના ડોકટરો પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ  દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.કલકત્તામાં બનેલી જધન્ય રેપ વિથ મર્ડરની ઘટનાના વિરોધમાં તબીબોએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. 

કલકત્તામાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાએ નરાધમ આરોપી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ સર્જી દીધો છે. જેના પગલે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. ત્યારે  ભરૂચની ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મિત્રો સાથે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ,તેમજ નર્સિંગ અને તમામ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ થી રેલીનું આયોજન કરી આ ધૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
અને હાથમાં બેનર સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલી સિવિલ હોસ્પિટલ થી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન થઈ પરત સિવિલ હોસ્પિટલ આવતા ત્યાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.મેડિકલ કોલેજના ડોકટર તેમજ વિદ્યાર્થીઓ એ આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ફાંસીની સજાની તેમજ ડોકટરોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી.
Latest Stories