અંકલેશ્વર: અવાદર ગામ પાટિયા પાસે ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત,ટેન્કર ચાલક ફરાર

અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી

New Update
Avadar village
ભરૂચના ઝઘડીયા તાલુકાના દધેડા ગામ ખાતે રહેતા 24 વર્ષીય સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ આજરોજ અંકલેશ્વરના ઝઘડીયા જીઆઇડીસીને અડીને આવેલ અવાદર ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા સંજય વસાવા બાઈક સાથે રોડ પર પટકાયો હતો અને ગંભીર ઇજા પહોંચી હતી.
ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વરના કાસીયા ગામ ખાતે રહેતા બનેવી કિશન વસાવા દ્વારા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ટેન્કર લઇ ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories