ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..