અંકલેશ્વરના પુન ગામ નજીક એક્સપ્રેસ હાઇવે પર એન્ટ્રી- એક્ઝિટ અપાય, NHAIની સત્તાવાર જાહેરાતથી સેંકડો વાહનચાલકોને ફાયદો !

ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યાર બાદ હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે

New Update
  • નેશનલ હાઇવે ઓથો.ની.સત્તાવાર જાહેરાત

  • અંકલેશ્વરના પુનગામ નજીક અપાય એન્ટ્રી એક્ઝિટ

  • એક્સપ્રેસ વે પર અપાય એન્ટ્રી એક્ઝિટ

  • સેંકડો વાહનચાલકોને થશે ફાયદો

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે કરી હતી રજુઆત

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા સેંકડો વાહનચાલકોને ફાયદો થશે.
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી.
જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવ્યું છે જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે.NHAIના અધ્યક્ષ  સંતોષ કુમાર યાદવે ૬ ઑક્ટોબરે કરેલ સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.
આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડતરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યાર બાદ પુન ગામ નજીક આપવામાં આવેલ એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે. એજ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે. 
હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં આવશે. 
Latest Stories