New Update
ભરૂચ અંકલેશ્વરમાં ફૂલ ગુલાબી ઠંડી
વિદેશી પક્ષીઓનું આગમન
જીઆઇડીસી તળાવ પર વિદેશી પક્ષીઓની લટાર
અતિઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ વિહાર કરી આવે છે
શિયાળાની ઋતુ જમાવટ કરી રહી છે ત્યારે ભરૂચ–અંકલેશ્વરના તળાવો, જળાશયો તથા નર્મદા કાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ગુજરાતમાં હવે શિયાળો જામ્યો છે ત્યારે યાયાવર પક્ષીઓનું પણ ભરૂચ અંકલેશ્વરમાં આગમન થયું છે. ખાસ કરીને અંકલેશ્વર જીઆઇડીસી તળાવ અને નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યો છે. સાઇબિરિયા જેવા અતિ ઠંડા પ્રદેશોમાંથી અંદાજે ૫૦૦૦ કિમીથી વધુનું અંતર કાપી આવતા પક્ષીઓ દર વર્ષે ગુજરાતમાં શિયાળો પસાર કરે છે.
ગુજરાતનું તાપમાન, છીછરી જળરાશિ અને સુરક્ષિત પરિસ્થિતિ તેમને અનુકૂળ હોવાથી તેઓ અહીં રોકાય છે.આ દરમ્યાન નયનરમ્ય નજારો જોવા મળે છે.સવારના ઠંડા વાતાવરણમાં વિદેશી પક્ષીઓનું કલરવ વાતાવરણ જાણે જીવંત બનાવી દે છે.પક્ષીપ્રેમીઓના મતે સીગલ પક્ષીઓ ગુજરાતમાં માળો બનાવતા નથી તેઓ અહીં માત્ર શિયાળો પસાર કરે છે.
સીગલનાં બે મુખ્ય ગ્રુપ હોય છે જેમાં નાના સીગલ જેમાંબ્લેકહેડ, બ્રાઉન હેડેડ, સ્લેન્ડર અને મોટા સીગલ જેમાં પલાસીસ, લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલનો સમાવેશ થાય છે.આ પક્ષીઓ ખોરાકમાં મુખ્યત્વે માછલીઓનો શિકાર કરે છે.
Latest Stories