New Update
/connect-gujarat/media/media_files/2025/10/05/tawra-2025-10-05-17-18-39.jpg)
ભરૂચ તાલુકાના જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિ પરમારના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા ગ્રામજનોની આંખની તપાસ કરી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો તવરા ગામના 200થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જુના તવરા ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તથા વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories