New Update
ભરૂચના વાલિયાના ખેડૂતોનો વિરોધ
સુરતની ચલથાણ સુગર ફેકટરીમાં નોંધાવી હતી શેરડી
સુગર ફેક્ટરીએ શેરડી કટિંગ કરવાનું ના કહ્યું
રુદ્રાપુરી સોસા.મારફતે નોંધાવી હતી શેરડી
અન્ય સુગર ફેટકરીઓ પર કર્યો આક્ષેપ
ભરૂચના વાલિયાની ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચના વાલિયાની ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટીપરપઝ સોસાયટી લિમિટેડના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમોનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવે છે. વર્ષે 2024-25નું વાવેતર પણ નોંધાવ્યું હતું. હાલ ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થતાં કાપણી સિઝન શરૂ થઈ હતી.અને અચાનક અન્ય સુગર ફેકટરીઓની દખલગીરી થતા ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી દીધી છે.
જેને પગલે સભાસદોએ અન્ય કોઈ સુગર ફેકટરીમાં વાવેતર નોંધાવેલ નથી જેથી અન્ય સુગર કાપણી કરશે નહીં જેને કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો સુગર ફેકટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જ્યારે ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઇ વસાવાએ અન્ય સુગર ફેકટરીના ઈસારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવા માંગણી કરી છે.
Latest Stories