New Update
ભરૂચ અંકલેશ્વરમાં કમોસમી વરસાદ
અઠવાડિયામાં બીજી વખત માવઠું
ખેતીના પાકમાં વ્યાપક નુકશાનની ભીતિ
કેરીના પાકને પણ નુકશાનની શક્યતા
ખેડૂતોને લાગશે આર્થિક ફટકો
ભરૂચ અંકલેશ્વર અને જંબુસરમાં સતત વરસી રહેલા કામોસમી વરસાદના કારણે ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બે વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે.ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અળદના પાક પર માઠી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજ ઘટવાની શક્યતા છે.
કૃષિ તજજ્ઞના જણાવ્યા અનુસાર સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધવાની દહેશત છે.આ ઉપરાંત વાતાવરણની અસમાનતાના કારણે કેરીના પાકને પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે. માવઠું અને ઠંડા પવનોને કારણે કેરીના મોર પર અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદન ઘટી શકે છે.કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા અને જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે જેથી ખેતરમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય.
Latest Stories