New Update
/connect-gujarat/media/media_files/2025/07/23/gutter-water-2025-07-23-16-40-05.jpg)
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ શ્રવણ સ્કૂલ પાસે ગટર ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી અંકલેશ્વર શહેર વોર્ડ નંબર-9 માં આવેલ કેશવપાર્ક સોસાયટી સ્થિત શ્રવણ સ્કૂલ પાસે ગટર ઉભરાતી નજરે પડી રહી છે.આ અંગે સ્થાનિકોએ નગર પાલિકા કચેરીમાં રજુઆત કરી છે પરંતુ આંધળું તંત્ર કઈક સમજવા કે સાફ-સફાઈ કરવામાં ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
જ્યારે શાળાના બાળકો આ ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.ત્યારે ઉભરાતી ગટરના દૂષિત પાણી ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનમાં જઈ રહ્યું છે.તેવામાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Latest Stories