/connect-gujarat/media/media_files/2025/03/31/lFGUjWUh62k8Z90Jil0N.jpg)
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલદર્શન સોસાયટીમાં મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ફાયર ફાઈટરોએ આગમાંથી કીમતી સામાન બચાવી પરિવારને સોંપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. તો સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.