New Update
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ
સલફર મીલ કંપનીમાં આગ
ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મીલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે આગની ઘટના સર્જાઈ છે. પાનોલી સ્થિત સલફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા, જો કે મિલને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન સ્પ્રે ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
Latest Stories