ભરૂચ: આમોદના બોડકા ગામ નજીક ખેતરમાં આવેલ મકાનમાં આગ, કપાસનો જથ્થો બળીને ખાક

ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામે આગનો બનાવ સામે આવ્યો છે. રણજીત પઢીયારના ખેતરમાં આવેલા મકાનમાં આગ લાગતા અંદર રહેલ કપાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો

New Update
Bodka village
ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામે આગનો બનાવ સામે આવ્યો છે. રણજીત પઢીયારના ખેતરમાં આવેલા મકાનમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે. મકાનની બાજુમાં પડેલા કચરામાં અચાનક આગ ભભૂકી હતી. આગની ચિંગારીઓ સીધી મકાન સુધી પહોંચી જતા ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અંદર રહેલ કપાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.
બનાવની જાણ થતાની સાથે જ  આમોદ નગરપાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આ આગની ઘટનામાં અંદાજિત બે લાખ રૂપિયા જેટલું નુકસાન થયાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. 
Latest Stories