અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક ખુલ્લામાં પડેલ કચરામાં આગ, સ્ક્રેપના વેપારીનું ગેરકાયદેસર કૃત્ય ?

અંકલેશ્વર પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

New Update
  • અંકલેશ્વર નજીક આગનો બનાવ

  • પાનોલી નજીક આગનો બનાવ

  • ખુલ્લામાં પડેલ કચરામાં આગ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  • જીપીસીબીએ તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કચરામાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના પાનોલી નજીક કચરામાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે આકાશમાં ઉઠેલા ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં સ્ક્રેપના વેપારીએ ગેરકાયદેસર રીતે કચરો સળગાવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે આસપાસના વિસ્તારમાં ધૂમાડો ફેલાતા થોડીવાર માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ બનાવને પગલે GPCBની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Latest Stories