ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનમાંથી પ્રદુષિત પાણી વહ્યા બાદ ફીણ નજરે પડ્યું !

ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ....

New Update
NCTL
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીના વહન માટે નાખવામાં આવેલી NCTL કંપનીની લાઇનમાં અચાનક લીકેજ જોવા મળ્યું હતું. લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તાત્કાલિક વાલ્વને ફિટ કરી લીકેજ પર નિયંત્રણ મેળવવા સમારકામ શરૂ કરવામાં આવ્યું. પ્રાથમિક તપાસ મુજબ, લાઇન પર વધેલા દબાણને કારણે વાલ્વ ઢીલો પડતાં લીકેજ થયું હોવાનું માનવામાં આવે છે.જો કે પ્રદુષિત પાણી સાથે ફીણ નજરે પડતા પર્યાવરણને મોટા નુકશાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories