રોટરી ક્લબ ઓફ ભરૂચ (નર્મદાનગરી) દ્વારા આયોજન
પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આયોજન
સૌપ્રથમવાર બાળ રમઝટ કિડ્સ ગરબા ઈવેન્ટ યોજાશે
26-27 સપ્ટેમ્બર-2025 સાંજે 6થી 8 ગરબા ઈવેન્ટ યોજાશે
5થી 13 વર્ષના બાળકો સંગીત, તબલા-ઢોલના તાલે ઝૂમશે
ભરૂચ શહેરના નાનકડા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે સૌપ્રથમવાર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા બાળ રમઝટ કિડ્સ ગરબા ઈવેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત પ્રીતમ સોસાયટી–1ના કોમન પ્લોટ ખાતે આગામી તા. 26 (શુક્રવાર) અને 27 (શનિવાર) સપ્ટેમ્બર-2025 2 દિવસ સાંજે 6થી 8કલાક દરમ્યાન ગરબા ઈવેન્ટ યોજાશે. જેમાં 5થી 13 વર્ષના બાળકો જીવંત સંગીત તેમજ તબલા અને ઢોલના તાલે ઝૂમી ઉઠશે, ત્યારે સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી હેતુસર ટી.જે.પી. ઈન્શ્યોરન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી તેમજ બાળ રમઝટ કિડ્સ ગરબા ઈવેન્ટના આયોજકો દ્વારા શહેરની જનતાને સ્નેહપૂર્વક આમંત્રણ પાઠવાયું છે.