ગુજરાતમાં પ્રથમ વખત ભરૂચ-ઝઘડિયાના પાણેથા ગામના ખેડૂતે કરી બ્રાઝિલની નડાલ મોસંબીની સફળ ખેતી...

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીં, ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું

New Update
  • ઝઘડિયાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂતે ગુજરાતમાં પ્રથમ વખત કરી બતાવી સફળ ખેતી

  • બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીની સફળ ખેતી કરી

  • નટાલવેસ્ટિન અને હેમરીન મોસંબીનું પણ વાવેતર કર્યું

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતોને આપી રહ્યા છે પ્રેરણા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

મોસંબી એક ખાટા-મીઠા સ્વાદવાળુંરસાળ ફળ છે. તેનું શાસ્ત્રીય નામ સાઈટ્રસ લાઈમેટ્ટા છે. ભારતમાં આ ફળને મોસંબીમૌસંબી કે મુસંબી જેવાં નામોથી ઓળખવામાં આવે છે. મોસંબી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણે આપણા રોજિંદા જીવનમાં મોસંબીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ છે.

 મોસંબીમાં વિટામિન સીફાઇબર અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છેજે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ તો ભારતના તમિલનાડુમાં આ ફળનું સૌપ્રથમ વાવેતર કરવામાં આવ્યું હતું. આજે ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ મોસંબી ઉગાડવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીંખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે.

ખેડૂત ધીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કેહું છેલ્લા 35 વર્ષથી ખેતી કરું છું. પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે. સાથે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલવેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે. આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત 15 વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે. બ્રાઝિલની ટેકનોલોજીના આધારે 300 રૂપિયાનો એક છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું છે. ખેતરની પડતર જગ્યામાં મલ્ટીપલ ફાર્મિગ કરી પાણેથા ગામના પ્રગતિશીલ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories