New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતા
માંડવા ટોલપ્લાઝા નજીકથી ઝડપાયો દારૂ
ટેમ્પામાંથી રૂ.39 લાખનો દારૂ મળી આવ્યો
બોક્સની આડમાં થતી હતી દારૂની હેરાફેરી
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટેમ્પોમાં બોક્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના સહિત 51.98 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના પાર્સિંગના ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક માંડવા ટોલ પ્લાઝા થઈ આગળ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી વાળો આઇસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 12288 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 39.93 લાખનો દારૂ અને 12 લાખનો ટેમ્પો મળી કુલ 51.98 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સરવાના કમલેશ હીરારામ બંગાડવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
Latest Stories