New Update
/connect-gujarat/media/media_files/2025/02/02/OFAEmNJgpBlCqhrHdvqQ.jpg)
ભરૂચ જિલ્લાના વેલુગામ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી ભરૂચ જિલ્લાના વેલુગામ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કુલ 39 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 211 ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ મળી કુલ 262 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનના કારણે ભરૂચ જિલ્લાના વેલુગામની આજુબાજુના આશરે 10 થી 12 ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.
Latest Stories