New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
આયુર્વેદ શાખા દ્વારા આયોજન કરાયું
હોમિયોપેથી ચેકઅપ કેમ્પ યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા મેડિકલ યુનિટ–હોમિયોપેથીના વિનામૂલ્યે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ–હોમિયોપેથી દ્વારા ભરૂચના આંબેડકર હોલ ખાતે વિનામૂલ્યે આર્યુર્વેદિક–હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તબીબોની ટીમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, સંધિવા, એલર્જી, માથાનો દુખાવો, કોલ્ડ–કફ, પાચનતંત્રની સમસ્યાઓ સહિત અનેક રોગોની તપાસ કરી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું. લોકોને જરૂરિયાત પ્રમાણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
સદર કેમ્પમાં આયુર્વેદ શાખાના અધિકારી ડૉ. આમ્રપાલી પટેલ સહિતનાં તબીબો અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories