અમિત ઇન્ડસ્ટ્રીયલ પેટ્રોલપંપ દ્વારા સેફટી ગાર્ડનું વિતરણ
ટુ વ્હીલર વાહનો પર લગાવવામાં આવ્યા સેફટી ગાર્ડ
જીઆઇડીસી તેમજ ટ્રાફિક પોલીસના સહયોગથી કરાયું આયોજન
વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયુ ઉમદા કાર્ય
851 ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડનું કરાયું નિઃશુલ્ક વિતરણ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ અમિત ઈન્ડસ્ટ્રીયલ પેટ્રોલપંપ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને નિઃશુલ્ક સેફ્ટિગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ અમિત ઈન્ડસ્ટ્રીયલ પેટ્રોલપંપ દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ અને જીઆઇડીસી પોલીસના સહયોગથી ટુ વ્હીલર વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ પર્વમાં દોરીથી વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પેટ્રોલપંપ સંચાલક અનુરાગ પાંડે અને સુમિત પાંડે સહિત જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા,ટ્રાફિક PSI ઉમેશ પારેખ,યસપાલસિંહ, વિજયસિંહ,વનરાજસિંહ તથા ASI ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.