ભરૂચ: ઝઘડિયાના ઉમધરા ગામે કૂવામાંથી મહાકાય અજગરને રેસક્યુ કરાયો

વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ  મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું

New Update
pythone rescue
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમધરા એક ખેતરના કૂવામાંથી ૧૦ ફુટ જેટલા લાંબા એક અજગરને રેસ્કયું કરવા આવ્યું હતું ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે  એક ખેતરના કૂવામાં એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા સેવ એનિમલ તેમજ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી ત્યાર બાદ વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ  મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ભારે જહેમત બાદ સેવ એનિમલ ટીમના વિજય વસાવા સુરક્ષા સાથે ઊંડા કૂવામાં ઉતરી અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. બાદમાં અજગરને વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યો હતો.
Latest Stories