ગૌરીવત્રના સમાપન સાથે કુંવારિકાઓએ જવારા જળમાં પધરાવી વ્રતના પારણા કર્યા

અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતા ગૌરી વ્રતની પાંચ દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ ભરૂચની નર્મદા નદીમાં જવારાને વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા.

New Update
vrat

અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતા ગૌરી વ્રતની પાંચ દિવસ બાદ જાગરણ કરી કુંવારિકા કન્યાઓએ ભરૂચની નર્મદા નદીમાં જવારાને વિસર્જન કરી પોતાના વ્રતના પારણા કર્યા હતા. 

અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતા ગૌરી વ્રતમાં પાંચ દિવસ સુધી બાળા ઓ વ્રત કરીને ગોરમાનું પૂજન અર્ચન કરે છે,અને અંતિમ દિવસની રાત્રી એ જાગરણ કરીને વ્રતની ઉજવણી કરે છે.જ્યારે વહેલી સવારે વરસતા વરસાદમાં કન્યાઓએ નર્મદા નદીના કિનારે જવારાનું  વિસર્જન કરીને પ્રાર્થના કરી હતી.