New Update
/connect-gujarat/media/media_files/2026/03/07/bharuch-subjail-2026-03-07-12-36-09.jpg)
ભરૂચ જિલ્લા જેલ ખાતે ‘પ્રયાસ’ સંસ્થાના સંકલનથી આર.ટી.ઓ. કચેરી દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આર.ટી.ઓ. ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એન.જી. સેંજણીયાએ આર.ટી.ઓ.ના નીતિ-નિયમો તથા ટ્રાફિક સંબંધિત કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે રોડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર તેજસ પ્રજાપતિએ માર્ગ અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અંગે સમજણ આપી હતી. રોડ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગની પદ્ધતિઓ તેમજ સલામતી સાધનોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2026/03/07/bharuch-subjail-2026-03-07-12-36-18.jpg)
આ કાર્યક્રમ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા, ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ, અનિલ વસાવા અને નીતા ગજ્જર હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન બંદીવાનોએ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં જવાબદાર નાગરિક બની ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Latest Stories