ભરૂચ: જુના તવરા મંગલમઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લાભ લીધો...

જુના તવરા ગામમાં સૌપ્રથમવાર ગામના આગેવાન અને ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું....

New Update
Health Awareness Camp

ભરૂચ તાલુકાના જુના તવરા સ્થિત મંગલમઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. 

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે ગામમાં સૌપ્રથમવાર ગામના આગેવાન અને ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પેનીઓ કંપનીના સહયોગથી આયોજિત કેમ્પનો પ્રારંભ જુના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો.

Health Awareness Camp

આ કેમ્પ તા. 18/11/2025થી તા. 26/11/2025’ સુધી દરરોજ સવારે 10:00 કલાકથી સાંજે 4 કલાક સુધી લોકોના આરોગ્યની સુખાકારી માટે આયોજિત કરવામાં આવ્યો છે. સદર કેમ્પમાં ઘુંટણનો દુખાવોખાલી ચડવીસ્નાયુઓનો દુખાવોડાયાબિટીસબ્લડપ્રેશરપેરાલીસીસઊંઘ ન આવવી જેવી વિવિધ બીમારીઓ સામે લડતા દર્દીઓને દવાઓપરેશન તેમજ આડઅસર વિના યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં જુના તવરાનવા તવરા અને આસપાસની સોસાયટીના સ્થાનિકોએ લાભ લીધો હતો.

Latest Stories