અંકલેશ્વર: આનંદ રેસ્ટોરન્ટ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું મોત

29 વર્ષીય જેનીશ પટેલ બાઈક લઈ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી

New Update
Hit And Run
અંકલેશ્વરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા 29 વર્ષીય જેનીશ પટેલ ઝઘડીયા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા ગત રાત્રિના તેઓ તેમની બાઈક લઈ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં જેનીશ પટેલ માર્ગ પર પટકાતા તેમનું  કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગેની જાણ થતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માતના પગલે અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુંમ જીઆઇડીસી પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories