બુલાતી હે, મગર જાને કા નહીં..! : અંકલેશ્વરમાં મહિલાએ યુવાનને મદદ માટે બોલાવ્યો, અને 10 હજારની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગઈ...

અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મહિલાએ કોસમડીના યુવકને મદદ માટે બોલાવી રૂ. 10 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, ત્યારે આ મામલે GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી

New Update
  • GIDC વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી

  • એક મહિલાની મદદ કરવી યુવાનને ભારે પડી

  • મહિલાએ મદદના બહાને યુવાનને કર્યો હતો ફોન

  • યુવાન પાસેથી રૂ. 10 હજાર લઇ મહિલા ફરાર થઈ

  • યુવકે પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મહિલાએ કોસમડીના યુવકને મદદ માટે બોલાવી રૂ. 10 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, ત્યારે આ મામલે GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે રહેતા મોહમ્મદ રીઝવાનને રાત્રિના 10 વાગ્યાના અરસામાં રંજનબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં મહિલાએ જણાવ્યુ હતું કેમારી ગાડી ખરાબ થઇ ગઈ છે. જલધારા ચોકડી પાસે મારુ ઘર છેતો મને મારા ઘર સુધી મુકી જાવ. એવું કહીને યુવકને અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ એપ્પલ પ્લાઝા પાસે બોલાવ્યો હતો.

અને યુવક સાથે મોપેડ પર બેસી તેને જોગર્સ પાર્ક નજીકની સોસાયટી તરફ લઈ ગઈ હતીજ્યાં અન્ય યુવતી પણ હાજર હતી. આ દરમ્યાન યુવકના ખિસ્સામાં રહેલા 10 હજાર રૂપિયા લૂંટી લઈ બન્ને મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે મોહમ્મદ રીઝવાને અંકલેશ્વર GIDC પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતીત્યારે હાલ તો પોલીસે બન્ને મહિલાઓને વહેલી તકે ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories