ભરુચ : ઝાડેશ્વરમાં ગટરો ઊભરાવાના પર્શ્ને સ્થાનિકો ત્રાહિમામ

ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્ન રજૂઆત કરવા ગયા હતા

New Update

ઝાડેશ્વરના શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગટરની ગંદકીથી પરેશાન ગ્રામ પંચાયત રજૂઆત કરવા પોહચ્યા હતા.

ભરૂચ ઝાડેશ્વર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્ન રજૂઆત કરવા ગયા હતા. ત્યારે પાછા આવતી વેળા રસ્તામાં મળેલા તાલુકા પંચાયતના પ્રમુખે તેમને ધમકાવ્યા હોવાની ફરિયાદ થી રાજકારણમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટી થી ભાવેશ નગર સોસાયટી સુધી ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા છે પરંતુ ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના નિકાલની ઊંચાઈ ચાર ફૂટ છે જ્યારે ઉપરની બંને સોસાયટીમાં ગટરના પાણીના નિકાલની ઊંચાઈ ફૂટ છે બંને વચ્ચે ઊંચાઈના તફાવતના કારણે પાણીનો નિકાલ નહીં થતો  હોય અવારનવાર આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર ફરી વરતા સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શિવ શક્તિ નગર સોસાયટીના પ્રવેશ દ્વાર નજીક બાળકોની આંગણવાડી પણ આવેલી હોય દૂષિત પાણીથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. હાલ તો સોસાયટીના રહીશોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે.

#ભરૂચ #ગટરના પાણી #ગટરના પ્રશ્ન #ગ્રામપંચાયત #ઝાડેશ્વર
Here are a few more articles:
Read the Next Article