New Update
નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી
ખેલૈયાઓ ગરબે ઘુમવા સજ્જ
ગરબા કલાસીસમાં કરી રહ્યા છે પ્રેક્ટિસ
અવનવા સ્ટેપની મેળવી રહ્યા છે તાલીમ
ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ ગરબા ક્લાસીસોમાં ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે.
વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે નવરાત્રી.. જેમાં જગતજનની માં જગદંબાની ભક્તિ સાથે આરાધના કરવામાં આવે છે. નવ દિવસ સુધી યુવાધન હિલ્લોળે ચઢે છે ત્યારે નવા ટ્રેન્ડ પ્રમાણે ખેલૈયાઓ ગરબા ક્લાસીસમાં જતા હોય છે.ભરૂચમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાં અવનવા પ્રકારના સ્ટેપ તેઓ દ્વારા શીખવામાં આવી રહ્યા છે.ગરબા કલાસીસોમાં પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના મિક્ષ સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે.નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. ખેલૈયાઓ રાસ ગરબાના નવા નવા સ્ટેપ શીખવાની પ્રેકટીસ કરી રહયા છે. આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઇ રહયા છે. આથી ખૈલેયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે.