અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં વિકાસ પેનલે મારી બાજી,8 બેઠકો પર મેળવી જીત

જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી. કોર્પોરેટ,રિઝર્વ કેટેગરીની એક - એક બેઠક સાથે  જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો

New Update
  • AIA ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય

  • મધ્યરાત્રીએ પરિણામ થયું જાહેર 

  • 10માંથી 8 બેઠકો પર મેળવી જીત

  • સત્તારૂઢ સહયોગના ફાળે 2 બેઠકો આવી

  • ટૂંક સમયમાં પ્રમુખ અને હોદ્દેદારોની થશે વર્ણી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણીની મતગણતરીમાં રસાકસી બાદ વિકાસ પેનલનો 8 બેઠકો પર ભવ્ય વિજય થયો હતો.જ્યારે સત્તારૂઢ સહયોગના પક્ષે બે બેઠકો આવી હતી.
અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન બાદ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલનો ઘોડો ચૂંટણી રેસમાં આગળ રહ્યો હતો.અને મધ્યરાત્રીએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી. કોર્પોરેટ,રિઝર્વ કેટેગરીની એક - એક બેઠક સાથે  જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો.જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલ બે બેઠક પર જીત મેળવી શક્યું હતું.
AIA ચૂંટણીમાં1229 પૈકી 1057 મતદારોએ મતદાન કર્યું હતું.જેમાંથી ગણતરીના અંતે 939 મત માન્ય રહ્યા હતા,જ્યારે 118 મત રદ થયા હતા.હવે આગામી સમયમાં મેનેજીંગ કમિટીની બોર્ડ મિટિંગ મળશે જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વર્ણી કરવામાં આવશે.

# વિજેતા ઉમેદવારોના નામ અને મળેલ મત : 

કોર્પોરેટ કેટેગરી:-
વિકાસ પેનલ:-
- રાવ પી. આર.- 513
# રિઝર્વ કેટેગરી :
# વિકાસ પેનલ :
- પટેલ યોગેશ આર - 523
# જનરલ કેટેગરી :
વિકાસ પેનલ:-
- પટેલ ભૂપેન્દ્ર એસ - 514
- પટેલ નિલેશ બી - 556
- ગઢીયા કમલેશ એન - 512
- જીંજાળા નરેન્દ્ર એ - 497
- પટેલ અતુલ બી - 503
- પટેલ વિમલકુમાર.કે - 484
સહયોગ પેનલ:-
- ચોવટીયા અશોક એન - 510
- પટેલ હરેશ જી - 496
Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ યથાવત, ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું

માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..

New Update
Bharuch Road Repair
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન અને આગેવાનીમાં વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની ક્ષતિઓને દુર કરવા તાત્કાલિક અને આયોજનબદ્ધ રીતે ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે.
જેને અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્નારા ટંકારીયા થી વરેડીયા, પાલેજ –ઈખર-સરભાણ રોડ,વાગરા- ગંધાર, જંબુસર –સમની, વગેરે જેવા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન માર્ગ અને મકાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાડા ભરવા તેમજ મુસાફરી સુલભ બનાવવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ દરમ્યાન પણ જિલ્લાના માર્ગોને યથાશક્ય સારી સ્થિતિમાં રાખવા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.