ભરૂચ જિલ્લા રોજગાર કચેરી ખાતે તા.૬ ડિસેમ્બરે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે

ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અનુગ્રહ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દહેજ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
Untitled

 રોજગાર ભરતી મેળો યોજાશે

ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અનુગ્રહ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દહેજ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઈ.ટી.આઈ, (એ.ઓ.સી.પી., ફીટર, કોપા, ઈલેક્ટ્રીશિયન), બી.એસ.સી., એમ.એસ.સી., બી.ઈ. કેમિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત થઈ ભાગ લઈ શકશે.આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Latest Stories