ભરૂચ : રોટરી કલબ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ઈન્ટીગ્રેટેડ(સમન્વિત)યોગ તેમજ ધ્યાન શિબીરનું આયોજન

આચાર્ય બાલકૃષ્ણ મહારાજના શિષ્યા સાધ્વી દેવાદિતીના માર્ગદર્શનમાં રોટરી કલબ ભરૂચ ખાતે ત્રણ દિવસય નિઃશુલ્ક ઈન્ટીગ્રેટેડ(સમન્વિત)યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • રોટરી કલબ ભરૂચ ખાતે યોગ તેમજ ધ્યાન શિબીર

  • મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજીત

  • ત્રણ દિવસય નિઃશુલ્ક શિબિરનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકોએ શિબિરનો લીધો લાભ

Advertisment

રોટરી કલબ ભરૂચ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ઈન્ટીગ્રેટેડ(સમન્વિત)યોગ તેમજ ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. યોગઋષિ શ્રદ્ધેય સ્વામી રામદેવ મહારાજ તથા આચાર્ય બાલકૃષ્ણ મહારાજના શિષ્યા સાધ્વી દેવાદિતીના માર્ગદર્શનમાં રોટરી કલબ ભરૂચ ખાતે ત્રણ દિવસય નિઃશુલ્ક ઈન્ટીગ્રેટેડ(સમન્વિત)યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરીના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા, મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ અને તેમની ટીમ હાજર રહ્યા હતા.

પતંજલિના સાઉથ ગુજરાતના સોશિયલ મિડિયા પ્રભારી અને પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ શિબિરમાં હાજર રહી સહયોગ કરવામાં આવ્યો હતો. શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રોટેરીયન રચનાબેન પોદ્દારના સહયોગ થી આ શિબિર સફળતાથી પૂર્ણ થઈ હતી.

Latest Stories