દહેજના કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ
મેરિન પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ
ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
શંકાસ્પદ ઈસમો,વાહનોની કરાઈ તપાસ
પેટ્રોલિંગના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ
ભરૂચ જિલ્લાના દહેજ કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સલામતીના ભાગરૂપે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તાર અંમેઠા ગામથી,એલએનજી જેટી વિસ્તાર તથા સુવા ગામથી વેગણી શીપ યાર્ડ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે કોઈપણ આતંકવાદી ઘટના બને છે,ત્યારે તે સમયગાળો કટોકટી પૂર્ણ અને અગત્યનો હોય છે. તે જ પ્રમાણે આતંકવાદી ઘટનાના તુરંત બાદનો સમયગાળો હાઈ-એલર્ટનો હોય એ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને પરિસ્થિતિ કરતા પણ વધુ અગત્યનો સમયગાળો હાઈ-એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટી પૂર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી.
આ બાબતને ધ્યાનમાં રાખીને દહેજના અમેઠા ગામથી એલએનજી જેટી વિસ્તાર તથા સુવાગામથી વેગણી શિપ યાર્ડ વિસ્તાર સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ હજીરા સુરતના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેકટર દહેજ ભરૂચના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટ, અવાવરુ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.