ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.
Latest Stories