ભરૂચ: જંબુસર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ અપાયો

જંબુસર નગરપાલિકા દ્વારા એસ. એન્ડ આઈ.સી. હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

a
New Update

રાજ્ય પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે, જાગૃતિ આવે અને વહીવટમાં પારદર્શિતા આવે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા એસ. એન્ડ આઈ.સી. હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી  મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

સરકારની વિવિધ યોજનાઓ ડીજીવીસીએલ લાઈટ બિલ કલેક્શન, ઝુંપડા વીજળીકરણ,તાલુકા હેલ્થ કચેરી આરોગ્ય શાખા બીપી, ડાયાબિટીઝ, ઉંમરનો દાખલો, પીએમજેએવાય, નમોશ્રી યોજના, નગરપાલિકા ગુમાસ્તાધારા શાખા વ્યવસાયવેરો, નવું લાયસન્સ બનાવવું રીન્યુ કરવું ,આધારકાર્ડ, આવક દાખલો, રેશનકાર્ડની કામગીરી ઈ કેવાયસી, સીટીસર્વે કચેરી જમીનમાં માપણી, નવી નોંધ દાખલ કરવાની કામગીરી,પ્રાંત કચેરી એને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી, જાતિના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતના સરકારી યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિષાબેન, ચીફ ઓફિસર પંકજકુમાર નાયક, નગરપાલીકા સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

#Gujarat #Jambusar #Sevasetu program #Sevasetu
Here are a few more articles:
Read the Next Article