/connect-gujarat/media/media_files/2025/01/20/yXASXXzZIC5jrTunOVCx.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં એક કામદાર વાયરીંગનું કામ કરી રહ્યો હતો,દરમિયાન અચાનક તે થાંભલા પરથી જમીન પર પટકાતા કરુણ મોતને ભેટ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવનભાઈ રાઠોડ ઉ.વ.35 રહેવાશી નાગપુર મહારાષ્ટ્રનાઓ થાંભલા પર વાયરીંગના કામ અર્થે ચઢ્યા હતા.
જોકે અકસ્માતે તે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટના અંગેની જાણ કાવી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને મૃતક કામદાર રાજેન્દ્ર રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.