New Update
અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં જમાવટ ચેનલના સ્થાપક પત્રકાર દેવાંશી જોશીએ વિવિધ વયનાં બાળકો સાથે માતા-પિતાનો સંવાદ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું.આ કાર્યક્રમમાં જનની ચિંતન સભાના કન્વીનર સુધા વડગામા, સંસ્કારદીપ વિદ્યાલયના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો કન્વીનર અંસુ તિવારી સહિત ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.