ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતેથી જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો MLA રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ-1 ડાયાબીટીસ- જુવેનાઈલ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે

New Update
  • ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો કાર્યક્રમ

  • જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરાયો

  • દર્દીઓને વિનામૂલ્યે જરૂરી સારવાર પુરી પડાશે

  • આરોગ્ય વિભાગના કર્મીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્ય સરકારના ટાઈપ વન ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ-1 ડાયાબીટીસ- જુવેનાઈલ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી  પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે આ અંગેનો કાર્યક્રમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈપ-1 ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ કાર્યક્રમ રાજ્યના દરેક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે અને તે ડાયાબીટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે મહત્વપૂર્ણ રાહત પુરી પાડશે.
Latest Stories