ખાખીની ખુમારી: ભરૂચ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ માનવતા દાખવી

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે.જેમાં ગતરોજ રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી

New Update
5 tran
Advertisment

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે.જેમાં ગતરોજ રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી.ભરૂચ રેલવે પોલીસ અને આરપીએફ મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાએ પ્લેટફોર્મ પર બાળકીને જન્મ આપ્યો હતો.

Advertisment

મધ્યપ્રદેશના જામ્બુઆના વતની સુખરામ માવી અને તેમનો પરિવાર મુંબઇના બોઇસર ખાતે રહેતો હતો. દરમિયાનમાં તેઓ પરત તેમના વતને જવા માટે ગઇકાલે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠાં હતાં.જેમાં તેમની સગર્ભા પત્ની સંગીતા ઉર્ફે સંગાબેન પણ હતાં.તેઓને ટ્રેનમાં જ પ્રસુતિ પીડા થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. જેથી મહિલાને ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી. આ સમયે રેલવે પોલીસમાં રાત્રિમાં ફરજ પર હાજર મહિલા લોકરક્ષક રેખા મોતીભાઇ,મમતા દયારામ તેમજ અન્ય આરપીએફ મહિલા સ્ટાફને સાથે રાખી મહિલાને હોસ્પિટલમાં ખસેડવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો 
જાણ કરી હતી.

જોકે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં પહોંચે તે પહેલા જ મહિલાની પ્રસવ પિડા વધી જતાં તેને બહાર લઈ જવી મુશ્કેલ હોય મહિલા પોલીસ કર્મીઓએ તેનું પ્લેટફોર્મ નંબર 2 પર જ પ્રસૃતિ કરાવી હતી.ત્યાર સુધીમાં 108ની ટીમ પણ આવી જતાં માતા અને નવજાત બાળકીને તુરંત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મહિલા પોલીસકર્મીઓ ટ્રેન અને મુસાફરોની રક્ષા કરતા જ હોય છે ત્યારે આજે મહિલા પોલીસકર્મીઓ સતર્કતા રાખીને મહિલાની સફળતાં પૂર્વક પ્રસુતિ કરાવતા માતા-પુત્રી બન્નેના જીવ બચી ગયાં હતાં.

Latest Stories