New Update
ભરૂચ નગર સેવા સદનની કચેરી રજુઆત
પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને રજુઆત
નવજીવન ઝૂંપડપટ્ટીમાં સમસ્યા
આપના આગેવાનોએ નગર સેવા સદનમાં કરી રજુઆત
પ્રશ્નોના નિરાકરણની કરાય માંગ
ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્નો આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિકોને સાથે રાખી કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરસેવા સદનના પ્રમુખ વિભૂતાબા યાદવની કેબિન પર તાળું લટકતું જોઈ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.