ભરૂચ: તવરા-શુકલતીર્થ રોડ પર ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાય, 9 નબીરાઓની ધરપકડ

તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં 9થી 10 જેટલા ઈસમો ભેગા થઈ દારૂ પીવા બેઠા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
  • ભરૂચમાં પોલીસનું કડક ચેકીંગ

  • 31stને ધ્યાને લઈ ચેકીંગ કરાયુ

  • શુકલતીર્થ રોડ પર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાય

  • 9 નબીરાઓની પોલીસે કરી ધરપકડ

  • ચાલુ મહેફિલમાં સી ડિવિઝન પોલીસે પાડ્યાં દરોડા

ભરૂચ સી ડિવિઝન પોલીસે ભરૂચના તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર દરોડા પાડી 9 જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ થર્ટી ફસ્ટને લઈ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં 9થી 10 જેટલા ઈસમો ભેગા થઈ દારૂ પીવા બેઠા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 નંગ બોટલ અને નમકીન સહિતનો સામાન મળી કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભરૂચના મકતમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો પ્રથમ શંકર પટેલ,વિરાજ તેજશ પટેલ,હેત જયેશ ચૌહાણ,રાજ મહેશ પટેલ,અનિલ ચંદુ ગામીત,આદિત્ય પ્રિતેશ ચૌહાણ અને રિતિક રોહિત પટેલ,મિહિર મુકેશ ગોહિલ તેમજ આદિત્ય મિતેષ પરદેશીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories