અંકલેશ્વર નોટીફાઇડ એરિયામાં રખડતાં ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ, જુઓ હાઉસિંગ એસો.ના પ્રમુખે શું કહ્યું..!

રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

New Update

નોટીફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારમાં મોટી સમસ્યા

રખડતાં ઢોરના પગલે સ્થાનિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

GIDC વિસ્તારમાં અજાણ્યા ભય હેઠળ જીવતા સ્થાનિકો

આખલા યુદ્ધમાં વાહનોને પણ પહોચી રહ્યું છે નુકશાન

યોગ્ય કાર્યવાહી કરવા હાઉસિંગ એસો.ના પ્રમુખની માંગ

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના રહેણાંક વિસ્તારમાં રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 અંકલેશ્વર નોટીફાઇડ એરિયા રહેણાંક વિસ્તારમાં સોસાયટી તેમજ જાહેર માર્ગ પર ગાયભેંસ અને આખલાનો જમાવડો થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે. વધુમાં આખલા યુદ્ધ સર્જાતા કિંમતી વાહનો સહિત અન્ય ચીજવસ્તુઓને પણ નુકશાન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના પગલે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા આ અંગે ત્વરિત કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ અંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને GIDCની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતીઅને આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

Latest Stories