અંકલેશ્વર કોર્ટમાં સંકુલમાં લોક અદાલત યોજાઈ
તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરાયું આયોજન
એડિ.સિવિલ જજની અધ્યક્ષતામાં યોજાઇ લોક અદાલત
10 હજારથી વધુ કેસ લોક અદાલતમાં મુકાયા
અકસ્માત વળતર સહિતના કેસ પર સુનાવણી યોજાઈ
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસ,દીવાની દાવાઓ,ફોજદારી કેસ,રેલવેના નોન કોગ્નિઝિબલ કેસ તેમજ મેટ્રિમોનિયલ કેસ સાથે DGVCL, BSNL સહિતના વિવિધ કેસ મળી કુલ 10 હજારથી વધુ કેસ મુકવામાં આવ્યા હતા. એડિશનલ સિવિલ જજ સી.કે મુનશી અને તાલુકા સેવા સમિતિ ચેરમેન વાય.એન.પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.